મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ડીડીઓએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે ચર્ચા કરી


SHARE







મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ડીડીઓએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે ચર્ચા કરી

વિકાસ સપ્તાહ અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લામાં થયેલ વિકાસ કામો તથા કરવામાં આવનાર અનેકવિધ આયોજન અંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ મોરબીના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.

સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમના શાસનકાળ દરમિયાન અનેક વિકાસ કાર્યો થયા છે, અનેક જન કલ્યાણકારી યોજનાઓ થકી લોકોને સુવિધાસભર જીવન ધોરણ પ્રાપ્ત થયું છે. ત્યારે આ વિકાસ કાર્યો અને અનેક આયોજનો અંગે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ મોરબી અપડેટ સાથે સોશિયલ મીડિયામાં એક્ટિવ એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિપુલ પ્રજાપતિ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ મુલાકાત દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો અને આયોજનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં કરોડોના ખર્ચે કરવામાં આવનાર અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.




Latest News