મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન
SHARE
મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન
૬૫ – મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય અને રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાન ઉમા ટાઉનશિપ ખાતે નૂતન વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો સહિતના મોટી સંખ્યામાં હાજર રહેશે. અને એક મેકને સ્નેહમિલનના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારત ૨૦૪૭ ના સપનાને સાકાર કરવા ભાજપ પક્ષનો દરેક કાર્યકર સમર્પિત છે અને પ્રધાનમંત્રીએ પોતાના ઐતિહાસિક શાસનનાં ૨૫ વર્ષ પૂર્ણ કર્યાં છે. ત્યારે આ સ્નેહમિલન સમારોહમાં પક્ષના વડીલોનું માર્ગદર્શન મળશે. અને કાર્યકરોનો પરસ્પર સંબંધો વધુ ગાઢ બને અને આત્મીય વધે તે માટે આ સમારોહનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૨/૧૧/૨૦૨૬ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા દરમ્યાન ઉમા ટાઉનશીપ ખાતે આ કાર્યક્રમ યોજાશે અને ત્યાર બાદ તમામ લોકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને રાજ્યકક્ષા મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ૬૫-મોરબી માળિયા વિધાનસભા ભાજપ પરિવારના તમામ લોકોને સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવવા માટે અનુરોધ કરેલ છે.