મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના એવન્યુ પાર્ક પાસે રવાપર રોડે વાહનોની અવર-જવર બંધ


SHARE













મોરબીના એવન્યુ પાર્ક પાસે રવાપર રોડે વાહનોની અવર-જવર બંધ

મોરબી નગરપાલિકા દ્વારા એવન્યુ પાર્ક પાસે રવાપર રોડ ઉપર આવેલ નાળું નબળી હાલતમાં હોય તેથી ત્યાં નવું નાળું બનાવવું અતિ આવશ્યક છે. તેથી આ નાળા ઉપર વાહનોને ડાયવર્ઝન આપીને આગામી તારીખ ૦૯/૧૨/૨૦૨૪ સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ટુ-વ્હીલર પ્રકારના વાહનો માટે નાળા પાસેથી સિંગલ પટ્ટી રોડ- નીલકંઠ સ્કૂલ- બાપા સીતારામ ચોક- રવાપર ગામ તરફ જઈ શકાશે. ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે વૈકલ્પિક રુટ તરીકે શાક માર્કેટ- જેલ ચોક- લીલાપર રોડ- આલાપ રોડ- રવાપર ગામ તરફ જઈ શકાશે. ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે વૈકલ્પિક રુટ તરીકે શાક માર્કેટ- ગાંધી ચોક- રવાપર રોડ- પવનપુત્ર પાન- રામદેવ ટોઇઝ દુકાનવાળી શેરી- નર્મદા હૉલ- આલાપ રોડ- રવાપર ગામ તરફ જઈ શકાશે. ઉક્ત હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.






Latest News