મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે  વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત
Breaking news
Morbi Today

પત્ની અલગ રહેતી હોય સાણંદના યુવાને હળવદ નજીક હોટલના ગ્રાઉન્ડમાં ના કરવાનું કરી નાખ્યું


SHARE







































પત્ની અલગ રહેતી હોય સાણંદના યુવાને હળવદ નજીક હોટલના ગ્રાઉન્ડમાં ના કરવાનું કરી નાખ્યું

હળવદ નજીક આવેલ હોટલના ગ્રાઉન્ડમાં સાણંદના રહેવાસી યુવાને તેના પત્ની છેલ્લા ત્રણેક વર્ષથી અલગ રહેતા હોય તેને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદ નજીક આવેલ સાણંદમાં અંબાજી માતાજીના મંદિરની પાસે રહેતા ઉમશભાઇ હમીરજી જાડેજા (40) નામના યુવાને હળવદ નજીક આવેલ કનૈયા હોટલના ગ્રાઉન્ડમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ગીતાબા હમીરજી જાડેજા (38) રહે. અંબાજી માતાજીના મંદિર પાસે સાણંદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના પત્ની છેલ્લા ત્રણેક વર્ષથી અલગ રહેતા હોય જે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પીને આપઘાત કરેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
















Latest News