મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શ્રમિકો-કામદારોની માહિતી ન આપતા બે સ્પાના સંચાલક સહિત નવ સામે ગુના નોંધાયા


SHARE















મોરબી જીલ્લામાં શ્રમિકો-કામદારોની માહિતી ન આપતા બે સ્પાના સંચાલક સહિત નવ સામે ગુના નોંધાયા

મોરબી જીલ્લામાં આવેલા ઉદ્યોગ તેમજ ખેતીમાં રોજગારી માટે મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો આવે છે જો કે, તેનો કોઈ ડેટા કામે રાખનારા લોકો દ્વારા લેવામાં આવતો નથી જેથી ઘણી વખત ગુનાને આંજામ આપીને ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સો નાશી જાય છે તેને પકડવા માટે પોલીસે દ્વારા મહેનત કરવામાં આવે તો પણ ડેટા ન હોવાથી સફળતા મળતી નથી જેથી કરીને મોરબી જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવા માટે કહેવામા આવે છે તો પણ માહિતી આપવામાં આવતી નથી જેથી કરીને હવે બેદરકારોની સામે ધડોધડ ગુના નોંધવામાં આવે છે તેવામાં સ્પાના બે સંચાલક સહિત કુલ નવ સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ ઓમ સાંઈ સ્પામાં બહારથી આવેલા કર્મચારીઓના આઈડી પ્રૂફ મેળવેલ ન હતા તથા મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં તેની વિગત અપલોડ કરવામાં આવી ન હતી જેથી સ્પાના સંચાલક દિલીપસિંહ બહાદુરસિંહ ઝાલા (37) રહે. ધર્મ મંગલ સોસાયટી મકનસર મૂળ રહે. અમદાવાદ વાળાની સામે કાર્યવાહી કરેલ છે. વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ ભવાની હોટલ પાસે સ્પર્શ સ્પા મસાજ પાર્લર આવેલ છે ત્યાં પર પરપ્રાંતિય મહિલા કર્મચારીઓને કામે રાખવામાં આવ્યા હતા જે અંગેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી ન હતી જેથી હાલમાં સ્પાના સંચાલક ગોવિંદભાઈ ઉર્ફે મુન્નાભાઈ કરસનભાઈ ડાભી (28) રહે. રાજસ્થળી તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધાયો છે

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગાત્રાળનગર સામે આવેલ અસરા પોલ્ટ્રી ફીટ કારખાનામાં પરપ્રાંતીય મજૂરો રાખવામાં આવ્યા હતા અને તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી અલ્તાફભાઈ અહમદભાઈ શેરસીયા (38) રહે. સિંધાવદર વાળા સામે ગુનો નોંધાયેલ છે. વાંકાનેરના પાડધરા ભેરડા રોડ ઉપર આરસી પથ્થરની ખાણમાં પરપ્રાંતિય મજૂરો રાખવામાં આવ્યા હતા જેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લીકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી ત્યાંના સંચાલક ચોથાભાઈ લવજીભાઈ સરવારીયા (32) રહે. ભેરડા તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધાયેલ છે. પાંચદ્વારકા ગામની સીમમાં વાડીએ મજૂરોને કામે રાખ્યા હતા અને તે અંગેની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી ન હતી જેથી વાડીના માલિક ઇલ્યાસભાઈ આહમદભાઇ બાદી (42) રહે. પાંચદ્વારકા વાળાની સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે પાજ ગામની સીમમાં મજૂરોને કામે રાખવામાં આવ્યા હતા અને તે અંગેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી નજરૂદ્દીનભાઈ તાજીભાઈ સિપાહી (46) રહે. પાજ તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધાયો છે

હળવદમાં ધરતી નગર ખાતે પરપ્રાંતીય મજૂરોને કામે રાખવામાં આવ્યા હતા અને તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરીને હતી જેથી કરીને કન્સ્ટ્રક્શનનું કામ કરતા દિનેશભાઈ નાગજીભાઈ પરમાર (46) રહે. સમલી રોડ ચરાડવા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી શેરી નં-3 માં ઓરડીમાં બહારના રાજ્યના ભાડુઆતો રહેતા હતા અને તે ભાડુઆતોની માહિતી એ ડિવિઝનમાં આપવામાં આવી ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી રમેશભાઈ જીવાભાઇ અગેચાણીયા (51) રહે. કબીર ટેકરી શેરી નં-3 વાળા સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે મોરબીના લાલપર ગામની સીમમાં ઓરસંગ ઝોન ખાતે આવેલા ફ્લેટમાં ભાડુઆત રહેતા હોય તેની વિગત તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી ન હતી જેથી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર સુમિત્રાબેન ઉર્ફે લીલાબેન અજયભાઈ અડવાણી (38) રહે. ઓરસન ઝોન લાલપર મોરબી વાળાની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે






Latest News