કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે  વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામમાં ધારાસભ્યની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


SHARE







































ટંકારાના નેકનામમાં ધારાસભ્યની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં નેકનામ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ અન્વયે ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નેકનામ કન્યા પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ ૧૪ જેટલી વ્યકિતલક્ષી સરકારી સેવાઓનો સ્થળ પર લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડીવર્મીંગ, રસીકરણ, રાશન કાર્ડ ઈ કેવાયસી, મેડીસીન સારવાર, આધારકાર્ડમાં સુધારા, ૭-૧૨ અને ૮-અ ના પ્રમાણપત્ર, વિધવા સહાય, જાતિ પ્રમાણપત્ર સહિત વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ માટે ૨૫૫૭ જેટલી અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ તથા નેકનામ ગામ અને સેવાસેતુ અન્વયે ક્લસ્ટર હેઠળના ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
















Latest News