મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક અગાઉ ફાયરિંગ કરીને નીલગાયનો શિકાર કરવામાં પકડાયેલ શખ્સ હવે હથિયાર સાથે માળીયા (મી)માં પકડાયો


SHARE













મોરબી નજીક અગાઉ ફાયરિંગ કરીને નીલગાયનો શિકાર કરવામાં પકડાયેલ શખ્સ હવે હથિયાર સાથે માળીયા (મી)માં પકડાયો

માળીયા (મીં)ના સીમમા આવેલ વીહ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની જામગરી એક બંદૂક મળી આવી હતી જેથી પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહીલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં વનરાજસિંહ બી.બાબરિયા, હરપાલસિંહ રાજપૂત વિગેરેને મળેલ બાતમી આધારે માળીયાના વિહ વિસ્તારમાં જલાઉદીન હારૂનભાઈ કાજેડીયાના ખેતરના શેઢે પાસે બાવળની કાંટ ચેક કર્યું હતું ત્યારે ત્યાંથી આરોપી તૈયબ જલાઉદીન વાળે પોતાના ખેતરના શેઢે બાવળની કાંટામા હાથ બનાવટનું હથિયાર છુપાવી રાખેલ હતું જે હથિયાર રેડ કરીને કબ્જે લીધેલ છે અને આરોપી તૈયબ જલાઉદીનભાઈ કાજેડીયા (24) રહે. કાજરડા તાલુકો માળીયા (મી) વાળાની ધરપકડ કરેલ છે અને તેને બાવળની કાંટમા છુપાવેલ દેશી બનાવટની સિંગલ બેરલની જામગરી (હથિયાર) એક બંદુક જેની કિંમત 2000 છે તે કબ્જે કરી હતી અત્રે ઉલેખનીય છેકે, થોડા સમય પહેલા મોરબીના શનાળા ગામ પાસે ફાયરિંગ કરીને બે નીલગાયના શિકાર કરવામાં આવેલ હતા અને તેના માંસ સાથે ફોરેસ્ટની ટીમે ત્રણ શખ્સોને પકડાયા હતા તેમાં હાલમાં હથિયાર સાથે પકડાયેલ તૈયબ જલાઉદીનભાઈ કાજેડીયાને પણ પકડવામાં આવેલ હતો અને ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારી ફાયરિંગ કરીને નીલગાયના શિકાર કરવામાં આવેલ છે તેની જાણ માળીયા તાલુકા પોલીસને કરી હતી અને હાલમાં માળીયા પોલીસે કાર્યવાહી કરીને આ આરોપીને પકડેલ છે.






Latest News