વાંકાનેરનાં ધોળેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિતે અનેક પરિવારોનાં સૂરાપૂરાનું થાય છે પરંપરાગત પૂજન
મોરબીના અણિયારી અને મોડપર નાટક, મોટા ખીજડીયામાં રામામંડળ: કુબેરનાથ મહાદેવ મંદિરે કાલે અન્નકૂટ દર્શન
SHARE
મોરબીના અણિયારી અને મોડપર નાટક, મોટા ખીજડીયામાં રામામંડળ: કુબેરનાથ મહાદેવ મંદિરે કાલે અન્નકૂટ દર્શન
મોરબી તાલુકાના અણીયારી ગામે કાલે પ્રાથમિક શાળામાં રાતના ૧૦ વાગ્યે જુના અને જાણીતા કલાકારો સાથે મહાન સામાજિક નાટક રાણો કુંવર અને પેટ પકડીને હસાવતું કોમિક રજુ કરવામાં આવશે જેથી કરીને આ નાટકનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે
મોડપરમાં નાટક યોજાશે
મોરબી તાલુકાના મોડપર ગામમાં કાલે રાતે નાટકનું આયોજન કરવા આવ્યું છે જેમાં જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરાતું “સોરઠનો સિરતાજ રા’કવાંટ” તેમજ લોકોને હસાવવા માટે કોમિક “દિકરો દયારામ”નું નાટક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે જેથી કરીને આ કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકો દ્વારા ગામના લોકો સહિતનાને આમંત્રણ આપવામાં આવ્યું છે
રામામંડળ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ મોટા ખીજડીયા ગામમાં રવિવાર તા ૭ ના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોટા ખીજડીયા ગામમાં રાસંગપર વાળા રામામંડળના કલાકારો દ્વારા કાર્યક્ર્મ રજૂ કરવામાં આવશે જેથી કરીને ગ્રામજનો સહિતના લોકોને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે
અન્નકૂટ દર્શન
મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરે આવતી કાલે નૂતન વર્ષના દિવસે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે મંદિરમાં અન્નકૂટ તૈયાર કરવા માટેની તાડામાર તૈયારીઓ મંદિર દ્વારા કરવામાં આવેલ છે જેમાં અન્નકૂટ દર્શનનો સમય બપોરે ૧૨ થી ૫ વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે જેથી કરીને દરેક ભક્તોને અન્નકૂટ દર્શનનો લાભ લેવા કુબેરનાથ મહાદેવ મંદિરના મહંત અક્ષયગિરી અને નિલેશગીરીએ અનુરોધ કરેલ છે.