મોરબીના અણિયારી અને મોડપર નાટક, મોટા ખીજડીયામાં રામામંડળ: કુબેરનાથ મહાદેવ મંદિરે કાલે અન્નકૂટ દર્શન
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખના ઘરે નુતન વર્ષ ઉજવશે
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખના ઘરે નુતન વર્ષ ઉજવશે
મોરબી શહેરના શક્તિ પ્લોટ શેરી નંબર-૨ માં જૈન દેરાસર ની બાજુમાં કાલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ઘર પાસે આવેલ તેના કાર્યાલય ખાતે તેઓ હાજર રહેશે અને ત્યાં મોરબી શહેર, જિલ્લા અને તાલુકાના તમામ કાર્યકરો અને આગેવાનોને મળીને એકમેકને શુભકામનો પાઠવશે
દર વર્ષે પરિવાર દ્વારા નૂતન વર્ષના દિવસે લોકો એકમેકને શુભેચ્છાઓ પાઠવતા હોય છે ત્યારે આવતીકાલે તા.૫ ને શુક્રવારના રોજ મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૨ ની અંદર જૈન દેરાસરની બાજુમાં રહેતા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઇ જેરાજભાઈ પટેલ પોતાના ઘરની બાજુમાં આવેલા તેઓના કાર્યલય ખાતે સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી હાજર રહેશે અને તેઓ તે ત્યાં મોરબી શહેર જિલ્લા અને તાલુકાના કાર્યકરો આગેવાનો અને હોદ્દેદારો સહિતના તેમના ચાહકો આવી શકશે અને નવા વર્ષની એકમેકને શુભકામનાઓ પાઠવશે