મોરબીના માળિયા ફાટક ઓવરબ્રીજ ઉપર ખરાબ રોડને લીધે વધુ એક અકસ્માત : ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
વાંકાનેરનાં ધોળેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિતે અનેક પરિવારોનાં સૂરાપૂરાનું થાય છે પરંપરાગત પૂજન
SHARE
વાંકાનેરનાં ધોળેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિતે અનેક પરિવારોનાં સૂરાપૂરાનું થાય છે પરંપરાગત પૂજન
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ ધોળેશ્વર મહાદેવ ખાતે અનેક પરિવારોનાં સૂરાપૂરા દાદા બિરાજે છે, કાળી ચૌદશ નિમિતે પરિવારજનો દ્વારા પરંપરાગત પૂજન અર્ચન કરવાનું ધાર્મિક મહાત્મ્ય રહેલું છે.
ડુંગરાળ વિસ્તાર વચ્ચે પ્રાકૃતિક સૌંદર્ય સભર ધોળેશ્વર મંદિર આસપાસ અનેક પરિવારોનાં સૂરા પૂરા દાદાનાં વર્ષો પહેલાંનાં "પાળીયા" બિરાજમાન છે, કાળી ચૌદશ નિમિતે સૂરાપૂરા દાદાનું પૂજન અર્ચન કરવાની પરંપરા છે, પેઢી દર પેઢી અનેક પરિવારજનો કાળી ચૌદશનાં દિવસે અહીં પૂજન અર્ચન કરી ગોળ ચોખાનો પ્રસાદ લે છે, અહીં ભટ્ટી પરિવાર, મકવાણા પરિવાર, સુખડીયા ગોયાણી પરિવાર, ત્રિવેદી પરિવાર, પરમાર પરિવાર, સતી માતા, વીરમીયા પરિવાર, ત્રેટીયા રાવલ કુટુંબનાં મીઠા બાપા, તન્ના પરિવાર, સમસ્ત રાધનપરા બારભાયા પરિવાર સહિત અનેક પરિવારોનાં સૂરાપૂરા દાદા બિરાજે છે, અને કાળી ચૌદશનાં દિવસે દરેક પરિવારો દ્વારા પેઢી દર પેઢી થી સૂરાપૂરા દાદાનું પૂજન કરવામાં આવે છે.