મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાળકોમાં કૌશલ્ય-કળાઓના સંચાર માટે સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપ


SHARE







મોરબી જિલ્લામાં બાળકોમાં કૌશલ્ય-કળાઓના સંચાર માટે સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપ

વેકેશન દરમિયાન બાળકો તેમના મનગમતા વિષયોમાં આગળ વધી શકે, તેમની અંદર રહેલી સુષુપ્ત કળાઓ બહાર આવે અને સોળે કળાએ પાંગરે તથા તેમની અંદર વિવિધ કૌશલ્ય કળાઓનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નૂતન પહેલ કરવામાં આવી છે. જ્યાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે ચિત્ર, વાર્તા અને કાવ્યલેખન તથા ચેસ માટે નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ અંતર્ગત બાળકો ચેસ, ચિત્ર તથા કાવ્ય અને વાર્તા લેખનનું પ્રશિક્ષણ મેળવી રહ્યા છે.




Latest News