મોરબી જિલ્લામાં બાળકોમાં કૌશલ્ય-કળાઓના સંચાર માટે સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપ
મોરબીમાં સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને વેકેશનમાં ખાનગી શાળા શરૂ કરનાર સંચાલકો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ
SHARE
મોરબીમાં સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને વેકેશનમાં ખાનગી શાળા શરૂ કરનાર સંચાલકો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ
રાજ્ય સરકાર દ્વારા દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને હાલમાં વેકેશન ચાલી રહ્યું છે તેમ છતાં પણ મોરબીની કેટલીક ખાનગી શાળાઓની અંદર શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી કરીને શાળાઓની બસ વિદ્યાર્થીઓને લાવતી અને લઈ જતી હોય તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જે બાબતને ધ્યાન રાખીને મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરીને મોરબીમાં સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને શૈક્ષણિક કાર્ય શાળાઓમાં વેકેશન દરમિયાન શરૂ કરનાર શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા તારીખ 28-10-2024 થી લઈને 17-11-2024 સુધી કુલ મળીને 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને હાલમાં વેકેશન ચાલી રહ્યું છે. જોકે મોરબીના મુખ્ય માર્ગ સનાળા રોડ, ઉમિયા સર્કલ, રવાપર રોડ વગેરે વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓને લાવવા તથા મુકવા માટે થઈને દોડતી ખાનગી શાળાઓની બસો છેલ્લા દિવસોથી મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર વિદ્યાર્થીઓને લઈ જતી હોય તેવું જોવા મળી રહ્યું છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. ત્યાર બાદ આ બાબતે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો મૂકીને મોરબી શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા મોરબીમાં વેકેશન દરમિયાન રાજ્ય સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને શૈક્ષણિક કાર્ય શરૂ કરનાર ખાનગી શાળાના સંચાલકો સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.