મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો-કોયબામાં સંતવાણી યોજાઇ


SHARE















હળવદના ઢવાણા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો-કોયબામાં સંતવાણી યોજાઇ

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકારના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે. તાજેતરમાં હળવદ તાલુકામાં ઢવાણા ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ પરંપરાગત રાસ ગરબા, સ્વચ્છ ભારત અભિયાન, અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજાતિના લાભાર્થીઓ માટે વિવિધ સહાયકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ મેળો, આત્મનિર્ભર ભારત, સેવાસેતુ કાર્યક્રમ, બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અને એક પેડ માં કે નામ અભિયાન વિશે લોકોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત હળવદ તાલુકાના કોયબા ગામમાં સંતવાણી અને પરંપરાગત રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં લોકગીતો, ભજનનો ગ્રામ સરપંચ, આજુબાજુના ગામમાંથી પધારેલા લોક પ્રતિનિધીઓ તેમજ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે લોક કલાકાર ગોવિંદ બારોટને કોયબા ગ્રામ પંચાયત અને ઢવાણા ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.




Latest News