મોરબીના બેલા નજીક કારખાનામાં વણાંક લેતા સમયે ડમ્પર ચાલકે કચડી નાખતા એક વર્ષના બાળકનું મોત
મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું
SHARE
મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગર વિસ્તારમાં માતાજીના મંદિર સામે હેવી ઇલેક્ટ્રીક લાઈનના થાંભલા સાથે લુંગી તથા નાયલોન પટ્ટી વડે યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના મોટાભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગરના રહેવાસી અને હાલમાં ગોંડલ પાસે જામવાડી પંપ દ્વારકાધીશ હોટલમાં રહેતા વિરમભાઈ દેવશીભાઈ વાંસફોડિયા જાતે વાંજા (25) નામના યુવાને મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગર વિસ્તારમાં કાળીધાર કાલિકા માતાજીના મંદિર સામેના ભાગમાંથી પસાર થતી હેવી ઈલેક્ટ્રીક લાઈનના થાંભલા સાથે લૂંગી અને નાયલોન પટ્ટી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની મૃતક યુવાનના ભાઈ ગોવિંદભાઈ દેવશીભાઈ વાસફોડીયા (38) રહે. મચ્છોનગર રફાળેશ્વર મોરબી વાળાએ જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન સ્વછંદી સ્વભાવનો હતો અને પોતાના મનનું ધાર્યું કરતો હતો અને એકલવાયું જીવન જીવવા સારું તેણે પોતાના પત્ની સાથે પરિવારના સભ્યોના ના પાડવા છતાં પણ છૂટાછેડા લઈ લીધા હતા અને પરિવાર સાથે કોઈ વ્યવહાર ન રાખીને પોતે પોતાની રીતે એકલું જીવન જીવતો હતો છેલ્લા પાંચેક વર્ષથી એકલું જીવન જીવીને કંટાળી ગયેલ યુવાન છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતો હતો અને માનસિક આઘાતમાં સરી ગયો હોય તે દરમિયાન તેને આ પગલું ભર્યું હોવાનું મૃતક યુવાનના પરિવારજનોએ જણાવ્યુ છે તેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.









