સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકા કક્ષાની ચિત્ર-વકતૃત્વ સ્પર્ધા યોજાઈ વાંકાનેરના પંચાસીયાથી રાતીદેવળી સુધીના રોડનું 4.17 કરોડના ખર્ચે કરાશે રીસરર્ફેસીંગ મોરબીની ન્યુ આલાપ, ખોડીયાર પાર્ક અને પટેલ સોસાયટીના ખખડધજ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે સ્મશાન પાસે પતરાના છાપરામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીના રવાપર નદી ગામે સ્મશાન પાસે પતરાના છાપરામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના રવાપર નદી ગામે રહેતા યુવાને સ્મશાન પાસે આવેલ પતરાના છાપરામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી તેના બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર નદી ગામે રહેતા વિજયભાઈ રામજીભાઈ બોચિયા (30) નામના યુવાને રવાપર નદી ગામે સ્મશાન પાસે પતરાના છાપરામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને દિનેશભાઈ બોચિયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ ચાલી રહી છે

જુગાર રમતા પકડાયા

મોરબીમાં ત્રાજપર ગામના ચોરા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજય ભુરજીભાઈ દુદકીયા (30) રહે. વિજયનગર સનરાઈઝ પાર્કની બાજુમાં વીસીપરા મોરબી તથા મંજુબેન ગોરધનભાઈ વરાણીયા (43) રહે. ત્રાજપર છેલ્લી શેરી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 1,020 ની રોકડ સાથે બંનેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News