મોરબીના રવાપર નદી ગામે સ્મશાન પાસે પતરાના છાપરામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
હળવદમાં ઓફિસ પાસે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી
SHARE
હળવદમાં ઓફિસ પાસે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી
હળવદમાં આવેલ જૂની મામલતદાર કચેરી સામે ઓફિસ પાસે યુવાને બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા આનંદભાઈ નાથાલાલ સી સોણોજીયા (25) નામના યુવાને વાહન ચોરીની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદમાં આવેલ જૂની મામલતદાર કચેરી સામે જય વેલનાથ ઓફિસ પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે 36 ડી 1668 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોય ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ અત્યારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મારા મારીમાં ઇજા
મોરબી નજીકના નવા સાદુળકા ગામે રહેતા હંસાબેન રમેશભાઈ પુરબીયા (45) અને તેના દીકરી કાજલબેન રમેશભાઈ પુરબીયા (22)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ અશ્વિનભાઈ જાપડિયા દ્વારા કરવામાં આવી હતી