માળીયા (મી)ના ખાખરેચી નજીક કારખાનામાં હાઇડ્રો ક્રેન તૂટતાં નીચે પટકાયેલ યુવાનનું મોત
SHARE
માળીયા (મી)ના ખાખરેચી નજીક કારખાનામાં હાઇડ્રો ક્રેન તૂટતાં નીચે પટકાયેલ યુવાનનું મોત
માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામ નજીક આવેલ કારખાનામાં હાઇડ્રો ક્રેન બાંધીને બાર ફૂટની ઊંચાઈ ઉપર કામ કરતા સમયે કોઈ કારણોસર હાઇડ્રો ક્રેનની સીલીંગ તૂટી જવાના કારણે નીચે પટકાયેલ યુવાનને શરીરે ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસને જણા કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ વાઈટોન માઈક્રો પાવડર નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સુમિતભાઈ કમલસિંગ મીણા (19) નામનો યુવાન કારખાનામાં હાઇડ્રો ક્રેનની સીલીંગ બાંધીને 12 ફૂટની ઊંચાઈ ઉપર કલર કામ કરતો હતો તે વખતે અકસ્માતે હાઈડ્રો ક્રેનની સીલીંગ તૂટી જવાના કારણે તે નીચે પટકાયો હતો જેથી યુવાનને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ રાહુલ કમલસિંગ મીણા (24) રહે. હાલ ખાખરેચી ગામની સીમ વાઈટોન માઈક્રો પાવડર કારખાનામાં મૂળ રહે. એમપી વાળાએ જાણ કરતાં માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા તુલાબેન માનસિંગ પગી (24) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ અને ત્યાંથી મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.