મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે માળીયા મીંયાણાની દેવસોલ્ટ કંપની દ્વારા બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ખુશી વહેંચવામાં આવી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા
Breaking news
Morbi Today

હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ


SHARE











હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેણાક મકાનની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને 2200 લીટર આથો, 350 લીટર દેશી દારૂ તથા 25 બિયરના ટીના સહિત 1,33,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે સ્થળ ઉપરથી એક આરોપીની ધરપકડ કરી હતી. અને દંપતી સહિત કુલ 3 વ્યક્તિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેણાંક મકાનની અંદર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પીઆઈ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 2200 લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો, 350 લિટર તૈયાર દેશી દારૂ તથા 25 બિયરના ટીન અને અન્ય સાધન સામગ્રી મળીને 1,33,700 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી સુનિલ દિલીપભાઈ રીબડીયા રહે. શ્રી હરિ ટાઉનશીપ ખેરાડી ગામ વાળાની ધરપકડ કરી હતી અને માનસિંગ ઉર્ફે હદીઓ વિહાભાઈ રાતોજા તથા ઉર્મિલાબેન માનસિંગભાઈ રાતોજા રહે બંને ભવાનીનગર ઢોરો હળવદ વાળાના નામ સામે આવ્યા હોય આમ દંપતી સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી દંપતિને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.






Latest News