મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત
હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું
SHARE
હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
હળવદ તાલુકાના કવડિયા ગામે રહેતા યુવાનને તેના પત્ની સાથે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતે યુવાને મનોમન લાગી આવતા તે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા અનિલભાઈ ઉર્ફે ચાચું ખોડાભાઈ ચારોલા (30) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો જે બાબતે યુવાને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા રાકેશ નંદલાલભાઈ ઠાકોર (27) નામના યુવાનને સિરામિક કારખાનામાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મહિલા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા નીતાબેન સોમાભાઈ ભોજવીયા (32) નામના મહિલાને ડિમ્પલબેનના દીકરાએ છરી વડે ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.