મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં રોડ સાઇડમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણોને નજર અંદાજ કરીને પોલીસે માત્ર વાહન ચાલકો-ધારકો દંડયા !


SHARE













મોરબીમાં સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં રોડ સાઇડમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણોને નજર અંદાજ કરીને પોલીસે માત્ર વાહન ચાલકો-ધારકો દંડયા !

મોરબીનો એક પણ રોડ કે ચોક એવો નથી ત્યાં દબાણ કરવામાં આવ્યું નથી અને આ રસ્તા ઉપરના દબાણો ટ્રાફિકની સમસ્યા પણ ઊભી કરે છે અને બીજા પણ ઘણા દૂષણો છે જેથી કરીને તમામ દબાનોને દૂર કરવા માટે અનેક રજૂઆતો પોલીસ સહિત સબંધિત વિભાગોને કરવામાં આવી છે તો પણ મોરીબમાં સેપીની હાજરીમાં જે સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવામા આવી હતી તેમાં મોરબીના રોડ સાઇડમાં અને જુદાજુદા ચોકમાં ટ્રાફિકને નડતરરૂપ થતાં દબાણોને નજર અંદાજ કરીને પોલીસે માત્ર વાહન ચાલકો અને ધારકો દંડયા છે જેથી સવાલ એ ઊભો થાય છે કે ટ્રાફિકને નડતરરૂપ દબાણો કેમ પોલીસને દેખાતા નથી.

મોરબીમાં શનિવારે સાંજે એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની અમલવારી કરાવવા માટે "સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવામા આવી હતી જેમાં મોરબી શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટો ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે HSRP નંબર પ્લેટ લગાવેલ ન હોય, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી કે તુટેલી નંબર પ્લેટ અને ફોર વ્હીલરમાં ડાર્ક ફીલ્મ લગાડેલ હોયે તેવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા આવી હતી.

આ કામગીરી દરમ્યાન શહેરના જુદાજુદા વિસ્તારમાં કુલ 1597 વાહનો ચેક કરવામાં આવ્યા હતા આજે વાહન ચાલક પાસે વાહનના આધાર પુરાવા ન હોય તેવા 89 વાહનને ડિટેઇન કરવામાં આવેલ છે. તો ટ્રાફિક નિયોમનો ભંગ કરતા 250 વાહન ચાલકો પકડાયેલ હતા તેની પાસેથી પોલીસે કુલ મળીને 1,18,200 નો દંડ વસૂલ કર્યો હતો. ફોર વ્હીલરમાં બ્લેક ફીલ્મ લગાડેલ 36 વાહન ચાલક, HSRP નંબર પ્લેટ વગરના 32 વાહન અને નંબર પ્લેટ વગર તથા ફેન્સી તુટેલી નંબર પ્લેટ વાળા 80 વાહન ચાલકો સામે કેસ કર્યા હતા. અને આ ડ્રાઈવ દરમ્યાન એક વાહન ચાલક નશાની હાલતમાં મળી આવતા તેની સામે પણ કેસ કર્યો હતો.

તેની સાથોસાથ પોલીસે મોરબીમાં ટ્રાફિક નિયમો, ટ્રાફિક વ્યવસ્થા અને મોરબી શહેરમાં વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થાના જાહેરનામાઓનું પાલન કરવા લોકોને અપીલ કરેલ છે જો કે, લોકોમાં થતો ચર્ચા મુજબ મોરબીમાં ભક્તિનગર સર્કલથી લઈને મહેન્દ્રનગર સુધીના વિસ્તારમાં મુખ્ય માર્ગની આસપાસમાં તેમજ મુખી ચોકમાં નાના મોટા 2000 થી વધુ દબાણ કરવામાં આવેલ છે અને તે દબાણો પણ ટ્રાફિકના નિયમન અને વ્યવસ્થામાં નડતરરૂપ છે તો પણ તેની સામે જિલ્લાના એસપી સહિતના તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા રાબેતા મુજબ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા અને માત્રને માત્ર વાહન ચાલક કે પછી વાહન ધારક કે જે વાહન ટેક્સથી લઈને રોડ ટેક્સ સુધીમાં ટેક્સ સરકારની તિજોરીમાં જમા કરાવે છે તેને દંડવામાં આવ્યા હતા જેથી કરીને પોલિસેની આ કામગીરીને લઈને વેપારીઓમાં ગણગણાટ થવા લાગ્યો છે.

મોરબીના નગર દરવાજા ચોક, પરાબજાર, શાક માર્કેટ, ગાંધી ચોક, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ, લોહાણાપરા સરદાર રોડ સહિતના વિસ્તારોમાંથી દબાણોને દૂર કરવા માટેની વેપોરીઓ સહિતના લોકોને સ્થાનિક અધિકારીથી લઈને કલેક્ટર સુધી અનેક વખત રજૂઆતો કરેલ છે તો પણ ટ્રાફિકના નિયમન માટે નડતરરૂપ થતાં લારી, ગલ્લા અને પથારણા લોકોની દાયથી દૂર કરવામાં આવતા અને શહેરના મુખ્ય માર્ગ અને ચોકમાં આ દબાણોના લીધે ખરેખર કોને ફાયદો થઈ રહ્યો છે તેની જો તપાસ કરવામાં આવે તો તેમાંથી કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે. જો કે, મોરબીના કલેક્ટર અને એસપી દ્વારા સંકલન કરીને મોરબી શહેરમાં ટ્રાફિકના નિયમન અને લોકોની સુખાકારી માટે મુખ્ય માર્ગો અને મુખ્ય ચોક ઉપર જેટલા પણ નાના મોટા દબાણ કરવામાં આવલે છે તે કોઈપણ ચમરબંધીની સહેશરમ રાખ્યા વગર કાયમી ધોરણે દૂર કરવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે. બાકી તો દંડ કરવા માટે વાહન ચાલકો અને વાહન ધારકો પોલીસના સોફ્ટ ટાર્ગેટ છે જ.








Latest News