ટંકારાના હમીરપર ગામે આધેડ અને મોરબીમાં યુવાને કોઈ કારણોસર અંતિમ પગલું ભર્યું
SHARE
ટંકારાના હમીરપર ગામે આધેડ અને મોરબીમાં યુવાને કોઈ કારણોસર અંતિમ પગલું ભર્યું
ટંકારા તાલુકાના હમીરપર ગામે આધેડે તથા મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તે બંને મૃતક વ્યક્તિઓને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી (53)એ કોઈ કારણોસર હમીરપર ગામે તેની વાડીએ હતા ત્યારે કોઈપણ સમયે લીમડાના ઝાડની ડાળી સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડીમાં રહેતા રમેશભાઈ ગીધાભાઈ કગથરા (45) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે