મોરબીમાં જુદાજુદા બે ઘરમાંથી 188 બોટલ દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ, એકની શોધખોળ
ગાંધીનગરના પોર ગામથી માતાના મઢ દર્શને જતી ખાનગી બસ નીલગાય આડી આવતા હળવદ નજીક પલટી: 56 પૈકીનાં 9 લોકોને ઇજા
SHARE
ગાંધીનગરના પોર ગામથી માતાના મઢ દર્શને જતી ખાનગી બસ નીલગાય આડી આવતા હળવદ નજીક પલટી: 56 પૈકીનાં 9 લોકોને ઇજા
મોરબી જિલ્લામાંથી પસાર થતાં માળિયા અમદાવાદ હાઇવે રોડ ઉપરથી રાતના સમયે અમદાવાદ બાજુથી કચ્છ બાજુ એક લક્ઝરી બસ જય રહી હતી અને તે બસમાં ગાંધીનગર પાસે આવેલ પોર ગામના 56 જેટલા લોકો કચ્છ. ભુજ, અંજાર અને માતાના મઢ જઈ રહ્યા હતા ત્યારે હળવદ નજીકના દેવળીયા ગામ પાસે બસની આડે નીલગાય આવી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને બસ પલટી મારી જતાં તે બસમાં બેઠલા 56 પૈકીનાં 9 લોકોને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને તે પૈકીનાં એક ઇજાગ્રસ્તને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામ પાસેથી પસાર થતાં અમદાવાદ માળીયા હાઇવે રોડ ઉપરથી ગાંધીનગર પાસે આવેલા પોર ગામના લોકો ખાનગી લક્ઝરી બસમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આ બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેથી કરીને કચ્છમાં માતાના મઢ દર્શન કરીને કચ્છ, ભુજ અને અંજાર ફરવા માટે જઈ રહેલા ગાંધીનગરના પોર ગામના એક જ કુટુંબના લોકોને અકસ્માત નડ્યો હતો અને આ બનાવમાં મહિલાઓ તેમજ વૃધ્ધો સહિતના કુલ મળીને 56 લોકો બેઠેલા હતા જેમાંથી 9 જેટલા લોકોને ઇજા થયેલ છે તેવી માહિતી મળી છે
હાલમાં હોસ્પિટલેથી મળી રહેલ માહિતી મુજબ જે બસ પલટી મારી હતી તે બસમાં 56 જેટલા મુસાફરો બેઠેલ હતા જેમાંથી 9 જેટલા વ્યક્તિઓને ઇજા થયેલ છે તેને સારવાર માટે મોરબીની સિવિ9લ હોસ્પિટલે લઈને આવેલ છે અને જે લોકોને ઇજા થયેલ છે તેમાં દિવાબેન અમરાજભાઈ (65), બાબુભાઇ મારુભાઈ (60), શરદાદેવી ઠાકુર (60), મંગુબેન શિવજીભાઈ (60), રહીબેન ચતુરભાઈ (57), ફૂલીબેન લાલજીભાઈ (55), બાજાજી સોમજી ઠાકુર (80), રાજેશભાઇ પટેલ (45) અને મંજીબેન પ્રતાપભાઈ (65)નો સમાવેશ થાય છે અને આ ઇજા પામેલા લોકોમાંથી ફૂલીબેન લાલજીભાઈને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ છે.
આ અકસ્માતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી વધુમાં બસના માલિક અને ઇજાગ્રસ્ત રાજેશભાઇ પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરના પોર ગામથી લોકોને લઈને કચ્છ બાજુ જઈ રહ્યા હતા ત્યારે હળવદ નજીક રસ્તા ઉપર નીલગાય આવવાના લીધે બસને કંટ્રોલ કરવા જતાં તે બસ પલટી મારી ગયેલ હતી જેથી કરીને અકસ્માત સર્જાયો છે અને આ બનાવમાં એક મહિલાને વધુ ઇજા થયેલ છે અને તેઓને પગમાં ફેકચર થયેલ છે જો કે, અન્ય ઇજાગ્રસ્ત લોકોને નાના મોટી ઇજાઓ થયેલ છે અને ગાંધીનગરથી બીજી બસને બોલાવીને તમામને ગાંધીનગર લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.