મોરબીમાં પતંગ ચગાવતા સમયે ગરમ પાણી ઉપર પડતાં દાઝી ગયેલ બાળક સારવારમાં
SHARE
મોરબીમાં પતંગ ચગાવતા સમયે ગરમ પાણી ઉપર પડતાં દાઝી ગયેલ બાળક સારવારમાં
મોરબીના ત્રાજપર વિસ્તાર પાસે રહેતા પરિવારનો બાળક પતંગ ચગાવી રહ્યો હતો દરમિયાન તેનું ધ્યાન ન રહેતા તે ગરમ પાણી ઉપર પડતાં તે દાજી ગયો હતો જેથી કરીને બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ સાઈનાથ એપાર્ટમેન્ટ પાસે પતંગ ચગાવતા સમયે ધ્યાનમાં રહેતા રોહન વિશાલભાઈ વરાણીયા (5) નામનો બાળક ગરમ પાણી ઉપર પડી ગયો હતો જેથી કરીને તે બાળક દાઝી ગયો હતો અને બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કરણ સંજયભાઈ શેખાણી (17) નામના તરુણને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી અને તેને કાન પાસે ઈજા થયેલ હોવાથી તે તરુણને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
મારા મારીમાં ઇજા
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ધવલ હસમુખભાઈ ગોહિલ (24) નામના યુવાનને તે મોરબીથી પાછો જઈ રહ્યો હતો ત્યારે યુ.એન. મહેતા આર્ટસ કોલેજ પાસે ભડિયાદ રોડ ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી પગના ભાગે તેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી