મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઇ


SHARE









મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઇ

મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને મોરબી શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનની પ્રેરણા અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન મુજબ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં મોરબી શહેર ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો સહિતના હાજર રહ્યા હતા. અને “જેના અન્ન ભેગા એમના મન ભેગા” એ સૂત્રને લઈને ભાજપ દ્વારા આ ટિફિન બેઠકનું આયોજન કરેલ હતું આ ટિફિન બેઠકમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની રૂપરેખા અને આગામી દરેક વોર્ડ દીઠ ટિફિન બેઠક થાય તેની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, મહમંત્રી ભાવેશભાઈ કંઝારીયા, માજી પ્રમુખ લાખાભાઇ જારીયા, હસુભાઈ પંડ્યા, મેઘરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ મોરબી શહેરના તમામ હોદ્દેદારો, તમામ મોરચાના હોદ્દેદારો, તમામ જ્ઞાતિના હોદ્દેદારો,પૂર્વ કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખઓ, વોર્ડ પ્રભારીઓ, બુથ પ્રમુખઓ, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, કારોબારી સભ્યો  ટિફિન લઇને હાજરી આપી હતી.




Latest News