મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા


SHARE









વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે જો કે, શહેરના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી અને દુર્ગંધ યુક્ત પાણી પાઇપ લાઇન મારફતે આપવામાં આવે છે જેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો છે અને આગામી દિવસોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી લોકોને દહેશત છે.

મોરબીમાં આવેલ લખધીરવાસ વિસ્તારમા છેલ્લા ઘણા દિવસોથી મહાપાલિકા દ્વારા પીળા રંગના દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જયારે મોરબી મહાપાલિકાની પાછળના ભાગમાં આવેલ વસંત પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની જગ્યાએ ભૂગર્ભ ગટરના પાણી જેવુ કાળ કલરનું પાણી આપવામાં આવી રહ્યું છે. આમ જુદાજુદા વિસ્તારમાં મહાપાલિકા દ્વારા દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને સ્થાનિક લોકોમાં પાણીજન્ય રોગચાળો ફેલવાની દહેશત જોવા મળી રહી છે. ઉલેખનીય છે કે, વસંત પ્લોટ વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત આ બાબતે મહાપાલિકામાં લેખીત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી છે તો પણ મહાપાલિકા દ્વારા ગંદા પાણીની જગ્યાએ લોકોને શુદ્ધ પાણી મળે તેના માટેની લેશમાત્ર કામગીરી કરવામાં આવેલ નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. હાલમાં માર્ચ એંડિંગ હોવાની લોકો પાસે વેરો ઉઘરાવવા માટે મહાપાલિકાના અધિકારીઓએ ધોકો પછાડી રહ્યા છે અને વેરો ન ભારે તો આસામી સામે કાર્યવાહી કરવામાં આવે છે તો નિયમિત રીતે વેરો ભરતા આસામીઓના ઘરે મહાપાલિકા દ્વારા રંગબેરંગી અને દુર્ગંધ યુક્ત પાણી તેમજ ભૂગર્ભ ગટરના પાણી જેવું પાણી આપવામાં આવે છે તો મહાપાલિકાના કમિશનર દ્વારા કેમ તેના બેદરકાર સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે. અને જો હવે મહાપાલિકા દ્વારા લોકોને શુદ્ધ પાણી મળે તેના માટે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી ગાંધીનર સુધી રજુઆત કરવામાં આવશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.




Latest News