મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે


SHARE









મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા કામધેનું બાયપાસ રોડ ઉપર આવેલ સર્વે નં. ૧૪૧૫/૩ ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના ૬૦૮ આવાસોના અધૂરા કામ પૂર્ણ કરવા કામગીરી શરુ કરવામાં આવી હતી.  

સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળ દલવાડી સર્કલ, કામધેનું બાયપાસ પાસે આવેલ વાજેપરના સર્વે નંબર ૧૪૧૫ પૈકી ની જગ્યામાં ૬૦૮ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. જે અન્વયે તા.૨૨/૦૩/૨૦૨૧ ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો કરવામાં આવેલ છે. અને ૬૦૮ લાભાર્થીઓ આખરી થયેલ છે. આ પ્રોજેક્ટનું બાંધકામનું કામ વર્ષ-૨૦૨૧માં પૂર્ણ થયેલ હતું પરંતુ સાઈટ ઉપર બારી બારણા ફીટીંગ કામ, કલરકામ, ઇલેક્ટ્રિકનું બાકી કામ, ડ્રેનેજ ક્નેકશન, પ્લમ્બિંગ કામ, કંપાઉન્ડ વોલ, મેઈન ગેટ, ગાર્ડન, સ્ટ્રીટ લાઈટ તેમજ અન્ય પરચુરણ કામગીરી અધુરી હોઈ જે પૂર્ણ કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અધૂરા કામનું ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમોનુસારની પ્રક્રિયા કરીને એજન્સીની નિયુક્તિ કરવામાં આવેલ છે. અને એજન્સી દ્વારા પ્રોજેક્ટ અન્વયેનું અધૂરું કામ પૂર્ણ કરવા અંગેની કામગીરી શરુ કરી દેવામાં આવેલ છે. આ કામ પૂર્ણ થયેથી IHSDP યોજનાના ૬૦૮ આખરી થયેલ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે અને લાભાર્થીઓને પોતાના સપના નું ઘર મળશે તેમ મોરબી મહાનગરપાલિકાની અખબારી યાદી જણાવે છે.






Latest News