મોરબી મહાપાલિકાના મદદનીશ કમિશનરે ચાર્જ સંભાળ્યો: આજથી સિટી સિવિક સેન્ટરનો પ્રારંભ
Morbi Today
મોરબી ઓમશાંતિ શાળાના કર્મચારીને એક લાખનો ચેક આપતા ટ્રસ્ટી
SHARE
મોરબી ઓમશાંતિ શાળાના કર્મચારીને એક લાખનો ચેક આપતા ટ્રસ્ટી
મોરબીની ૩૦ વર્ષ જૂની સેલ્ફ ફાયનાન્સ શાળા ઓમશાંતિ વિદ્યાલય, મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલ દ્વારા શાળાના કોમ્પુટર વિભાગના હેડ કર્મચારી ડાભી હંસરાજભાઈ ગણેશભાઈના પુત્ર ધ્રુમિલને BAMS માં પ્રવેશ મળતા કોલેજની ફી માટે રૂપિયા એક લાખની સહાય કરવામાં આવી હતી.અને હંસરજભાઇએ સંસ્થામાં ૨૫ વર્ષથી આપેલ સેવાને બિરદાવી હતી.શાળાના ટ્રસ્ટીશ્રીએ અગાઉ શાળાના આચાર્યના પુત્રને મેડિકલ પ્રવેશ વખતે તથા શાળાના શિક્ષિકાના પતિના હોસ્પીટલમાં ઈમરજન્સી સારવાર માટે એક-એક લાખની સહાય કરેલ હતી. ઓમશાંતિ સ્ટાફ પરિવારએ મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી.પટેલનો આભાર માન્યો હતો અને તેમની સેવાને બિરદાવે હતી.ઓમશાંતિ વિદ્યાલયના ટ્રસ્ટીશ્રીએ આપેલ રૂપિયા ૧ લાખ નો ચેક હંસરજભાઇને અર્પણ કરતાં શાળાના આચાર્ય સંજયભાઈ વિરડીયા nazare પડે છે (તસ્વીર :જીજ્ઞેશ ભટ્ટ દ્વારા- મોરબી-)









