મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે ૧૨.૪૧ લાખની છેતરપિંડીના ગુનામાં સુરતના બે શખ્સોની ધરપકડ


SHARE





























મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે ૧૨.૪૧ લાખની છેતરપિંડીના ગુનામાં સુરતના બે શખ્સોની ધરપકડ

મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરીને માલ માંગવી લીધા બાદ રૂપિયા નહીં આપવાના ગુનામાં અગાઉ પકડાયેલા બે શખ્સોની સામે વધુ એક વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો જેથી પોલીસે છેતરપીંડીના બે ગુનામાં સુરતના બે શખ્સોની ધરપકડ કરેલ છે અને કુલ મળીને ૧૨.૪૧ લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલની નાખ્યો છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અગાઉ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપ રોડમાં પાસે સત્તાધાર-૨ સોસાયટીમાં શિલ્પ પેલેસમાં રહેતા પારસભાઇ જયસુખભાઇ ગોધાણી જાતે પટેલ (ઉ.૨૪)એ હાલમાં નિલેશભાઇ સાવલીયા રહે. સુરત (મો.નં.૯૦૩૩૬૯૩૦૫૦) વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓનું બેલા ગામની સીમમાં લીઝા ટાઇલ્સ નામનું સિરામિકનું કારખાનું આવેલ છે ત્યારે આરોપીએ કોઈપણ રીતે ફરિયાદી અને તેના કારખાનાની માહિતી મેળવીને ગત તા.૦૧/૦૫/૨૦૨૧ થી આજદીન સુધીમાં તેના લીઝા ટાઇલ્સ નામના સિરામીકના કારખાનામાથી ટાઇલ્સનો વેપાર ધંધો કરતા હોય આરોપીએ કારખાનેદાર અને તેના સ્ટાફને વિશ્વાસમાં લઈને તેઓની પાસેથી ટાઇલ્સના બોક્ષ લીધા હતા જેના બિલની રકમ આપી ન હતી અને છેતરપીંડી કરી હતી આ ગુનામાં નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણી સુરત વાળાની ધરપકડ કરી હતી  

 ત્યાર બાદ તેની સામે કાલિદાસ ઉર્ફે કાળુભાઇ જાદવજીભાઇ માકસણા (૩૪)એ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં લખાવ્યું હતુ કે, ગત તા ૧/૯ થી લઈને અત્યાર સુધીમાં આરોપીઓએ પીપળી ગામની સીમમાં આવેલ સેફોન સિરામિક નામના કારખાનેથી ટાઇલ્સના ૧૭૫૦ બોક્ષ લીધા હતા જેના બિલના રૂપિયા ૪,૧૩,૮૨૬ નહિ આપીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કરેલ હતો જેથી કરીને કારખાનેદારે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં હાલમાં મોરબી તાલુકા પોલીસે નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા જાતે પટેલ ઉ ૨૭, રહે એ -૪૦૨ , રેસીડેન્શી, પાલક પાટીયાની બાજુમાં કામરેજ રોડ સુરત અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણી જાતે પટેલ ઉ.વ .૩૭, રહે . એ -૫૦૩ , સૌરાષ્ટ્ર રેસીડેન્શી પાસોદરા રોડ કામરેજ સુરત વાળાની ધરપકડ કરી છે અને આમ કુલ મળીને ૧૨.૪૧ લાખની  છેતરપીંડીના બે ગુનામાં આ સુરતના બે શખ્સોને પકડવામાં આવેલ છે

ત્રણ વર્ષથી ઉદ્યોગકારો સાથે કરતાં હતા છેતરપીંડી, આરોપી પાસેથી ટાઇલ્સ લેનારા સામે થશે કાર્યવાહી

મોરબીના સિરામીકના માલીકોને વિશ્વાસમાં લઇ એક મહિનામાં મંગાવેલ માલનું પેમેન્ટ આપવાના વાયદા કરી ટાઇલ્સ મંગાવી તેનું પેમેન્ટ નહીં આપી વિશ્વાસઘાત કરવામાં આવતો હતો જે ગુનામાં "રાધે એન્ટરપ્રાઇઝ" ના પ્રોપ્રાઇટર વિરૂદ્ધમાં અલગ અલગ ગુના નોંધાયા હતા જેની તપાસ પીએસઆઈ વી.કે. કોઠીયા તથા પીએસઆઈ વી.જી.જેઠવા અને સર્વેલન્સ સ્ટાફની ટીમો કામ કરી રહી હતી અને તપાસ દરમ્યાન ઘટસ્ફોટ થયેલ કે આ કામના આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં અલગ અલગ પેઢી બનાવી તથા અલગ અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી મોરબી જીલ્લાના અલગ અલગ સિરામીકના માલીકો પાસેથી ટાઇલ્સ મંગાવી પૈસા ચુકવતા ન હતા અને આરોપીઓ પાસેથી અલગ અલગ સાત મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી આવા ગુનાઓ આચરતા હોવાનું પણ જણાવ્યુ છે આ આરોપીઓ પાસેથી છેતરપીંડીથી મેળવેલ માલ ખરીદનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ ચાલુ છે મોરબીના અલગ અલગ સિરામીકના માલીકો સાથે છેતરપીંડી આચરેલાનું જણાયેલ છે અને હાલે મજકૂર આરોપીઓનો નામદાર કોર્ટના હુકમ અન્વયે સબ જેલ મોરબી ખાતેથી કબ્જો મેળવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ
















Latest News