મોરબીના તળાવીયા સનાળા ગામે સાઢુભાઈ આઈસ્ક્રીમ લઈને આવ્યા ત્યાં યુવાનનું મોત
મોરબીના ઘૂટું નજીક પેપર મિલમાં બોર મિલ મશીનમાં આવી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના ઘૂટું નજીક પેપર મિલમાં બોર મિલ મશીનમાં આવી જવાથી યુવાનનું મોત
મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ રોલટાસ પેપર એલએલટી નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં બોર મિલ મશીનમાં આવી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ રોલ ટાસ્ક પેપર એલએલટી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પવનકુમાર મહેશપ્રસાદ (37) નામનો યુવાન કારખાનામાં કામ કરતી વખતે બોર મીલ મશીનમાં આવી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ જે.પી.વશિયાણી ચલાવી રહ્યા છે
જુગારની રેડ
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ તમામ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બચુ યુસુફભાઈ શાહમદાર (42) અને હુસેન ગફુરભાઈ માલાણી (30) રહે. બંને વીસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1280 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.