મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના તળાવીયા સનાળા ગામે સાઢુભાઈ આઈસ્ક્રીમ લઈને આવ્યા ત્યાં યુવાનનું મોત


SHARE













મોરબીના તળાવીયા સનાળા ગામે સાઢુભાઈ આઈસ્ક્રીમ લઈને આવ્યા ત્યાં યુવાનનું મોત

મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામે રહેતા યુવાને તેના સાઢુભાઈને આઈસ્ક્રીમ લાવવા માટે તેને કહ્યું હતું જેથી કરીને યુવાનના સાઢુભાઈ આઇસ્ક્રીમ લઈને તે યુવાનના ઘરે ગયા હતા ત્યારે યુવાન સૂતો હતો તેને ઉઠાડવા છતાં તે ઉઠતો ન હતો જેથી તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ અંગેની જાણ મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામે રહેતા ભરતભાઈ મગનભાઈ કગથરા (40) નામના યુવાને ગઈકાલે સવારે 11 વાગ્યાના અરસામાં તેના સાઢુભાઈ હરખાભાઈને આઈસ્ક્રીમ લઈને આવવા માટે કહ્યું હતું જેથી કરીને હરખાભાઈ આઈસ્ક્રીમ લઈને તેના ઘરે ગયા હતા ત્યારે ભરતભાઈ કગથરા રૂમમાં સૂતા હતા તેઓને જગાડવા છતાં તે જાગતા ન હતા જેથી કરીને તેને રીક્ષામાં બેસાડીને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ બીપીનભાઈ મગનભાઈ કગથરા (46) રહે. તળાવીએ સનાળા ગામ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેરના માર્કેટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી શબ્બીર ઉર્ફે પોન્ટિંગ ઇબ્રાહિમભાઇ બદ્રસાણીયા (29) રહે. મોમીન શેરી વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 270 રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે








Latest News