Morbi Today
મોરબી ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા બાળકોને ગરમ ધાબળાનું વિતરણ
SHARE







મોરબી ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા બાળકોને ગરમ ધાબળાનું વિતરણ
મોરબી ઇન્ડિયન લીયો કલબના બાળકો દ્વારા ગરમ ધાબળાનું શ્રીહરી સ્કૂલ શેરી નં-12 લાતી પ્લોટ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રેસિડેન્ટ ઇન્ડિયન લિયો એંજલબા સહદેવસિંહ ઝાલા, શ્રેયા પંડિત,પાર્શ્વ દેસાઈ, નિત્યા ઘોડાસરા, સૌમ્ય લીખીયાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રોજેક્ટના દાતા ઇન્ડિયન લીયો સેક્રેટરી શ્રેયા ઘોડાસરા તથા નિત્યા ઘોડાસરા રહ્યા હતા અને બાળકો દ્વારા આવી સુંદર ઉપયોગી પ્રવૃત્તિનું અનુદાન આપવા માટે શાળાના સંચાલક કેતનભાઇએ લિયો ક્લબ તેમજ લાયોનેસ ક્લબનો આભાર માન્યો હતો.
