માળીયા (મી)ના નવાગામમાં દેશી દારૂની રેડ: 1515 લિટર દેશી દારૂ સહિત 8.68 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, ચારની શોધખોળ
SHARE







માળીયા (મી)ના નવાગામમાં દેશી દારૂની રેડ: 1515 લિટર દેશી દારૂ સહિત 8.68 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, ચારની શોધખોળ
માળીયા (મી) તાલુકાના નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાં દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને 1515 લિટર દેશી દારૂ કબ્જે કર્યો હતો અને 3.03 લાખના દારૂ સહિત કુલ મળીને 8.68 લાખનો મુદામાલ કબજે કરીને બે શખ્સની ધરપકડ કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં હીતેન્દ્રસિંહ ચુડાસમા, નિરવભાઇ મકવાણા, વિક્રમભાઇ ફુગસીયા, વિક્રમભાઇ રાઠોડને સયુંકતમાં ખાનગી બાતમી મળી હતી જેના આધારે માળીયાના નવાગામે રહેણાંક મકાન તથા ટ્રેકટરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યારે કુલ મળીને 1515 લિટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી કરીને પોલીસે દારૂ અને વાહન મળીને 8.68 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી સબીર મહમદહનીફ ઉર્ફે બાબો જેડા અને ઇરસાદ મહમદહનીફ ઉર્ફે બાબો જેડા રહે. બંને રહે. હાલ રણછોડનગર મોરબી મુળ નવાગામ તાલુકા માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓ પાસેથી ઇરફાન મહમદહનીફ ઉર્ફે બાબો જેડા રહે. નવાગામ માળીયા (મિં), અવેશ સુભાનભાઈ કટીયા રહે. નવાગામ માળીયા(મી), મહમદભાઇ ઉર્ફે બાબો રાયબભાઇ જેડા રહે. રણછોડનગર મોરબી અને ઇમરાન રાયબભાઇ જેડા રહે. રણછોડનગર મોરબી વાળાના નામ સામે આવેલ છે આ 6 શખ્સોની સામે માળીયા માં ગુનો નોંધીને પોલીસે બાકીના ચાર આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે.
