ટંકારા નજીક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનોના મોત, એક સારવારમાં
મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરી !: વિડિયો વાયરલ થતા અનેક સવાલ
SHARE
મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરી !: વિડિયો વાયરલ થતા અનેક સવાલ
મોરબી જીલ્લા સહિત દેશભરમાં એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓની સેવા માટે અનામત રાખવામાં આવી છે. પણ મોરબી જિલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડીને હેરાફેરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયેલ છે.
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઇ ચોકડી પાસેનો એમ્બ્યુલન્સનો એક વિડિયો વાયરલ થયો છે. જેમા લજાઇ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં મુસાફર ભરતા હોય તેવુ દેખાઇ રહ્યુ છે અને આ વિડીયો મોરબી જીલ્લામાં વાયરલ થયો છે. ત્યારે સવાલએ ઉભો થાય છે કે સરકારી એમ્બ્યુલન્સમાં મુસાફરોને શા માટે બેસાડવામાં આવ્યા હતા. અને જે વાહનમાં મુસાફર બેસાડવામાં આવી રહ્યા છે તે વાંકાનેર તાલુકા વિસ્તારની સરકારી એમ્બ્યુલન્સ હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. અને આ સરકારી એમ્બ્યુલન્સના નંબર જીજે 36 જી 0308 હોવાનું વિડિયોમાં દેખાઇ છે ત્યારે સરકારી વાહનનો દુરુ ઉપયોગ કરનાર સામે જવાબદાર તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવશે કે કેમ તે તો સમય જ બતાવશે.