મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

હળવદમાં મંગળવારે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે


SHARE













હળવદમાં મંગળવારે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી- મોરબી દ્વારા આગામી તા. 21 ને મંગળવારે સવારે ૧૧:૦૦ કલાકે  પ્રા. વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ., સરા રોડ,  હળવદ ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને યોગ્ય ઉમેદવારો માટે પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ઉક્ત ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે. તેથી ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડેટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વ-ખર્ચે ભરતીના સ્થળે સુનિશ્ચિત સમય અને તારીખ પર અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે.








Latest News