હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નગરપાલિકા-તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાશે


SHARE

















મોરબી જિલ્લામાં નગરપાલિકા-તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાશે

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૫ થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમા મુકવામાં આવી છે. મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી યોજાશે. ઉપરાંત માળિયા(મીં) નગરપાલિકાની વોર્ડ નં.૨ તથા વોર્ડ નં.૫ માટેની પેટા ચૂંટણી યોજાશે. અને વાંકાનેર તાલુકા પંચાયતની ૨-ચંદ્રપુર અને ૧૨- માળિયા તાલુકા પંચાયતની ૧૨-સરવડ બેઠકો માટેની પેટા ચૂંટણી યોજાનાર છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતા સંદર્ભે સરકારી અધિકારીઓ/ કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલ તારીખ મુજબ તા. ૨૧ જાન્યુઆરી ચૂંટણીની જાહેરાતોની તારીખ, તા.૨૭ જાન્યુઆરી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ, તા.૧ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, તા.૩ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ, તા.૪ ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ, તા.૧૬ ફેબ્રુઆરીએ સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાનની તારીખ, તા.૧૭ ફેબ્રુઆરી જરૂર જણાય તો પુન: મતદાનની તારીખ, તા.૧૮ ફેબ્રુઆરી મત ગણતરીની તારીખ તથા તા.૨૧ ફેબ્રુઆરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ જાહેર કરવામાં આવી છે.  આ સંસ્થાઓના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આચારસંહિતાનું ચુસ્તપણે અમલ થાય તે માટે જે તે કચેરીઓને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આચારસંહિતા સંબંધે આદેશ જાહેર કરવામાં આવ્યો છે.




Latest News