મોરબી જિલ્લામાં નગરપાલિકા-તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાશે
મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિન ઉજવાયો
SHARE
મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિન ઉજવાયો
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી તાલુકાની પાંખ દ્વારા કર્તવ્ય બોધ દિનની ઉજવણી કરવામાં આવી હતી અખિલ ભારતીય સ્તરેથી નિશ્ચિત થયેલ કાર્યક્રમ કર્તવ્ય બોધ દિનની ઉજવણી તાલુકા સ્તરે કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ 12 મી જાન્યુઆરીથી શરૂ કરી શુભાષચંદ્ર બોઝ નેતાજીની જન્મ જ્યંતી સુધીમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે,એ અન્વયે નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે વિપુલભાઈ અધારા સૌરાષ્ટ્ર સંભાગ પ્રચાર પ્રમુખ દિનેશભાઈ વડસોલા, હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા, સંદીપભાઈ આદ્રોજા વગેરેશૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ, આચાર્યો,શિક્ષકોની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સ્વામી વિવેકાનંદજી અને શુભાષચંદ્ર બોઝ નેતાજીના જીવન કવન વિશે અને પંચ પરિવર્તન કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય,પર્યાવરણની જાળવણી, સામાજિક સમરસતા, સ્વ આધારિત સમાજ રચના વગેરે વિશે વાતો કરી હતી.