મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ત્રણ રેડ: 12,500 ના મુદામાલ સાથે ત્રણ પકડાયા વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

SMC ની રેડની અસર: ટંકારાના લજાઈ-છતર પાસે ત્રણ ગોડાઉન-એક કારખાનેદાર સામે ગુના નોંધાયા


SHARE











SMC ની રેડની અસર: ટંકારાના લજાઈ-છતર પાસે ત્રણ ગોડાઉન-એક કારખાનેદાર સામે ગુના નોંધાયા

તાજેતરમાં એસએમસીની ટીમે ટંકારાની લજાઈ ચોકડી પાસે ગોડાઉનમાં રેડ કરીને 180 પેટી દારૂનો જથ્થો પકડ્યો હતો ત્યાર બાદ સ્થાનિક પોલીસ દ્વારા લજાઈ અને છતર પાસે આવેલા ગોડાઉન ચેક કરવામાં આવતા ત્યાં કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા ચાર માલિકોની સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા કલેકટર દ્વારા સમયાંતરે  સીસીટીવી કેમેરા રાખવા અને શ્રમિકોની માહિતી આપવા માટે જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમ છતાં પણ ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા મુકવામાં આવતા નથી અગાઉ એસએમસીની ટીમ દ્વારા મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા આવી જ રીતે ટંકારા તાલુકાના લજાઈ નજીક ગોડાઉનમાં તાજેતરમાં જ એસએમસી ની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી અને તે ગોડાઉનમાં પણ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા ન હતા જેથી એસએમસી ની ટીમ દ્વારા જે જગ્યા ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે લજાઈ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ભરડીયા રોડ ઉપર આવેલ શ્રી સંકલ્પ ગોડાઉનની સામે નામ વગરના ગોડાઉનમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા ન હતા જેથી ગોડાઉનના માલિક અનિલભાઈ મોરભાઈ પરમાર (39) રહે. છોટાલાલ પંપ સામે શનાળા રોડ મોરબી અને બાજુમાં જ ગોડાઉન ધરાવતા સુરેશભાઈ મોરભાઈ પરમાર (41) રહે. છોટાલાલ પંપ સામે મોરબી, છત્તર જીઆઇડીસી વિસ્તારમાં ઇમિટેશન નામના કારખાનાની અંદર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા જેથી દશરથભાઈ પરસોતમભાઈ વૈષ્ણવ (36) રહે. શક્તિ પાર્ક શેરી નં- 4 મોરબી રોડ રાજકોટ અને છતર જીઆઇડીસીમાં ડીલક્ષ આઇસ્ક્રીમ નામનું કારખાનું આવેલ છે ત્યાં કામ કરતા શ્રમિકોના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને પોલીસને માહિતી આપવામાં આવી ન હતી જેથી કારખાનેદાર કૈઝારભાઇ હાતીમભાઇ હથિયારી (59) રહે. પારેવડી ચોક સુગરવાલા કમ્પાઉન્ડ હાતિમ રેસિડેન્સી ફ્લેટ નંબર 501 રાજકોટ વાળાની સામે ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.








Latest News