હળવદ અને મોરબીમાં દારૂની 4 રેડ: દારૂની નાની-મોટી 68 બોટલ સાથે 3 પકડાયા, 2 શખ્સની શોધખોળ
માળીયા (મી)-ટંકારા તાલુકામાં જુદાજુદા બે અકસ્માતમાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં
SHARE







માળીયા (મી)-ટંકારા તાલુકામાં જુદાજુદા બે અકસ્માતમાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં
માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર તથા નેકનામ-પડધરી રોડ ઉપર જુદી જુદી અકસ્માતની બે ઘટનાઓ બની હતી જેમાં ઇજા પામેલા બે યુવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ બંને યુવાનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ગાંધીધામના રહેવાસી કુણાલભાઈ કમલેશભાઈ સીંદલ જાતે મારવાડી (34)એ ટ્રક નંબર જીજે 3 બીવાય 0003 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સત્કાર હોટલ પાસેથી તેઓ પોતાની કાર નંબર જીજે 39 સીએ 5355 લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીની ગાડીમાં પાછળથી ટ્રક અથડાવ્યો હતો જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને જમણા હાથની આંગળીઓમાં ઈજા થઈ હતી અને તેની કારમાં નુકસાન થયેલ હતું તેથી કરીને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
ટંકારા તાલુકાના નેકનામ રોડ ઉપર જેનેક્ષ કારખાના પાસેથી મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી અને હાલમાં નેકનામ પડધરી રોડ સાકેત પોલીપેક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને કામ કરતા માનસિંહ પરખાભાઇ આશલ જાતે બ્રાહ્મણ (37) પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે 32 ટી 3312 ના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી ફરિયાદી યુવાનને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી તથા નાકના ભાગે પણ ઈજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને આરોપી પોતાનો ટ્રક મૂકીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના ગિડચ પાનેલી રોડ ઉપર કોઈ કારણોસર રણજીત નારણભાઈ ગમારા (21) નામનો યુવાન દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે અર્ધબેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

