વાંકાનેરની પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ૩૬,૬૮૦ની રોકડ સાથે પકડાયા
મોરબીના રંગપર પાસે રિક્ષા ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનને ઇજા: ગુનો નોંધાયો
SHARE
મોરબીના રંગપર પાસે રિક્ષા ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનને ઇજા: ગુનો નોંધાયો
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાના પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઈકને રિક્ષા ચાલકે અડફેટે લીધૂ હતું જેથી યુવાનને હાથે પગે ફ્રેક્ચર અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેને સારવાર માટે લઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર લીધા બાદ રિક્ષા ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર ગામે રહેતા ભાવેશભાઈ રામજીભાઈ પરમાર (ઉંમર ૨૭) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ કે ૬૨૮૬ લઈને રંગપર ગામ પાસે આવેલ ફીનોલાઇટ સિરામિક કારખાના પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રીક્ષા નંબર જીજે ૩ એજેડ ૫૯૪૪ ના ચાલક છગનભાઈ સાગઠિયા રહે. બેલા વાળાએ તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને ભાવેશભાઈ પરમારને હાથે પગે ફ્રેક્ચર જેવી ઇજા અને શરીરે પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાવેશભાઈએ હાલમાં રિક્ષાચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
હાર્ટ એટેકથી મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમા રહેતા લાલજીભાઈ કુંવરજીભાઇ કાલાણી (૯૦) ને ઘરે હાર્ટએટેક આવી જતાં તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેઓના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી