મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે


SHARE





મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે

મોરબીના મણિ મંદિર પાસેથી એકાદ માસ પહેલા સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જે અંગે ફરિયાદ નોંધાવાયેલી હતી અને જેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા માળિયા મીંંયાણા ખાતેથી એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો અને સગીરાને શોધી કાઢીને તેના પરિવારને સુપ્રત કરવામાં આવી હતી.હાલ પકડાયેલ શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના મણિ મંદિર પાસે વાંકાનેર દરવાજા નજીકથી ગત ૨૬ મી જાન્યુઆરી આસપાસ સગીરવયની દીકરીનું અપહરણ થયું હતું.જે બાબતે ૩૦ જાન્યુઆરીના રોજ ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર..એસ.પટેલ ચલાવી રહ્યા હોય તેઓએ બાતમીને આધારે માળિયા મીંંયાણા વિસ્તારમાંથી ભોગ બનેલ સગીરાને શોધી કાઢી હતી અને તેની સાથે અપહરણ કરનાર રફિક ગફુરભાઈ મોવર મિંંયાણા (૨૫) રહે.વીસીપરા મોરબી ને પકડી પાડ્યો હતો.હાલ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો મુજબ તેની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઊંચાઈએથી પડી જતા મોત

માળીયા મીયાણાના સોનગઢ ગામે બાંધકામની સાઈટ ઉપર આશરે ૨૦ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા રંજનકુમાર મદનભાઈ મેહર નામના ૨૨ વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના ડેડબોડીને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળીયા મીયાણા ખાતે આવેલા બગસરા ગામે રહેતા શીતલબેન જીણાભાઈ અખીયાણી નામની ૧૬ વર્ષની યુવતી બગસરાથી ભાવપર વચ્ચે રિક્ષામાં જતી હતી ત્યારે રસ્તામાં ડાળમાં દાદાના મંદિર પાસે રિક્ષામાંથી પડી ગઈ હોય તેને અત્રે આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.  

મારામારીમાં ઈજા થતા સારવારમાં

ટંકારા તાલુકામાં રહેતા દિનેશભાઈ દેવશીભાઈ વાંઝા નામના ૪૫ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓએ જણાવ્યું હતું કે ટંકારાની લતીપર ચોકડીએ તેમના જમાઈ સાથે ઝઘડો થયો હતો.જે દરમિયાન જમાઈ ગોપાલ રણછોડભાઈ ઝાપડાએ પગના પંજા ઉપર કાર ચડાવી દેતા તેમને ઈજા થયેલી હોય સારવારમાં લાવવામાં આવ્યા છે.હાલ આ બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.જ્યારે ટંકારાના જ ઘુનડા ગામે રહેતા પૂનમબેન મગનભાઈ જોગડીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધાને ગામની અંદર કૂતરું કરડી ગયેલું હોય તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને મોરબીના વાઘપરાના નાકા પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ચમનભાઈ વશરામભાઈ નાયક (૪૨) રહે.વીસીપરાને ઈજા થઈ હોય તેમને પણ અહીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. #morbi




Latest News