મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ
SHARE









મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ
મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે આવતા અરજદારો અને નગરજનો પાસેથી શાખા અધિકારીના અભિપ્રાય અને સહી માંગવામાં આવે છે તે યોગ્ય નથી તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી લીગ સેલના પ્રમુખ દ્વારા કમિશ્નર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી લીગ સેલના પ્રમુખ ભાવિન ફેફર દ્વારા મહાપલિકાના કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મહાપાલીકામાં કોઈપણ વ્યકતી કમિશ્નરને મળવા માટે આવે છે ત્યારે જે સ્લીપ આપવામાં આવે છે તેમાં જે તે શાખા વિભાગનો અભિપ્રાય અને તેમની સહી સાથે આવવા માટે કહેવામા આવે છે. તો શું કમિશ્નર અભિપ્રાય કે ખાતાકીય અધિકારીની સહિ વગર મુલાકત આપતા નથી ?, વધુમાં રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીના લોકો ખાતાકીય રજુઆત હોય તે માટે જ મળવા માટે આવે સી હે ત્યારે જે તે ખાતાના અધિકારીની સહી અને અભિપ્રાય માંગવામાં આવે તે યોગ્ય નથી. જેથી મોરબીના લોકો તેમજ અરજદાર સીધા જ કમિશ્નરને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.
