મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ
મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી
SHARE
મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી
મોરબીમાં શક્તિ મેડિકલ ગ્રુપના નામે વર્ષોથી જાણીતા સ્વ.મહિપતસિંહ દાદુભા ઝાલા પરિવારના સિદ્ધરાજસિંહ ઝાલા અને દિવ્યાબા ની સુપુત્રી રાધિકાબાનો શુભલગ્ન પ્રસંગ હતો. આ લગ્ન પ્રસંગ નિમિત્તે સગા-વહાલાઓ અને અન્ય દ્વારા ચાંદલા સ્વરૂપે જે રકમ આપવામાં આવી હતી.તે રકમ રૂા.૨,૭૧,૦૦૦ જેવી રકમ એકત્રીત થઇ હતી.તે રકમની અંદર ઝાલા પરિવાર દ્વારા રૂા.૩૦,૧૧૧ નો ઉમેરો કરવામાં આવ્યો હતો અને કુલ મળીને રૂા.૩,૦૧,૧૧૧ જેવી માતબર રકમ મોરબી રાજપૂત સમાજ માટે મોરબીમાં નવા બની રહેલા રાજપુત સમાજ ભવનના નિર્માણ કાર્યમાં અર્પણ કરવામાં આવી હતી અને આ બાબતે સમાજને માટે નવો રાહ ચિંધ્યો હતો. લગ્ન પ્રસંગમાં આવેલા સર્વે સગા-સ્નેહીઓ ધંધાદારી તથા અન્ય મિત્રોનો ઝાલા પરિવાર વતી ભાજપ અગ્રણી મેઘરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા અને સિધ્ધરાજસિંહ ઝાલા સહિતનાઓએ આભાર વ્યક્ત કર્યો હતો.