જીવલેણ અકસ્માત પહેલા જાગશે ?: મોરબીમાં અનેક સ્થળે ગટરના ખુલ્લા કે તૂટેલા ઢાંકણા સુરતનું પુનરાવર્ત કરશે ! મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

જીવલેણ અકસ્માત પહેલા જાગશે ?: મોરબીમાં અનેક સ્થળે ગટરના ખુલ્લા કે તૂટેલા ઢાંકણા સુરતનું પુનરાવર્ત કરશે !


SHARE













જીવલેણ અકસ્માત પહેલા જાગશે ?: મોરબીમાં અનેક સ્થળે ગટરના ખુલ્લા કે તૂટેલા ઢાંકણા સુરતનું પુનરાવર્ત કરશે !

મોરબી શહેરમાં જીવલેણ અકસ્માતને આમંત્રણ આપે તે રીતે અનેક જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા છે અથવા તો તૂટી ગયા છે તેમ છતાં પણ તેને રિપેર કરવા માટેની તસ્દી મહાપાલિકા દ્વારા ન લેવામાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે વહેલી તકે ગટરના ઢાંકણા રિપેર કરવામાં આવે અથવા તો બદલાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

 

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ, બાયપાસ મેઇન રોડ, કન્યા છાત્રાલય મેઇન રોડ, એલઇ કોલેજ મેઇન રોડ, મહેન્દ્રપરા મેન રોડ સહિતના વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણા તૂટેલા છે અથવા તો ખુલ્લા છે જેથી કરીને નાના મોટા અકસ્માતો ઘણી વખત બનતા હોય છે પરંતુ જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ મહાપાલિકા જોતી હોય તેવો આક્ષેપ યુવા વેપારી શ્રેયશ હિરાણીએ કરેલ છે.

મોરબીના યુવા આગેવાન ભાવિકભાઈ મુછડીયાએ કહ્યું હતું કે, સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે થઈને લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે તેમ છતાં પણ ઘણી વખત સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે ગટરના ઢાંકણા રિપેર કરવા અથવા તો નવા નાખવાની કામગીરી સમયસર કરવામાં આવતી નથી જેના કારણે થઈને જીવલેણ અકસ્માતો બનતા હોય છે આવી જે ઘટના તાજેતરમાં સુરત ખાતે બની હતી જેમાં એક બે વર્ષના બાળકનું મોત નીપજયું છે આવી જ ઘટના મોરબીમાં બને તેવી શ્ક્યતા છે.

મોરબીમાં રહેતા વિપુલભાઈ ટોળીયાએ કહ્યું હતું કે, ગત ચોમાસા દરમિયાન મોરબીના લાતી પ્લોટ મેન રોડ ઉપર શેરી નં-7 પાસે રોડની વચ્ચે જે ગટર આવેલ છે તે ગટરનું ઢાંકણું તૂટી ગયેલ હાલતમાં હતું જેથી કરીને ત્યાંથી એકટીવા ઉપર જઈ રહેલ ત્રણ મહિલાઓ અકસ્માતનો ભોગ બની હતી અને જે તે સમયે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ આજના દિવસ સુધી તે જગ્યાએ હજુ પણ તૂટેલી હાલતમાં ગટરનું ઢાંકણું છે.

એક બાજુ શહેરમાં ઘણી બધી જગ્યાએ ઢાંકણા નથી અને બીજી બાજુએ મહાપાલિકા દ્વારા ગટરના ઢાંકણા નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવું મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજયભાઇ સોનીએ કહ્યું છે જોકે, છેલ્લા ઘણા સમયથી જે જગ્યાએ ગટરના ઢાંકણા નથી ત્યાં આજની તારીખે પણ નથી જેથી વાસ્તવિક રીતે ગટરના ઢાંકણા રીપેર કરવાની કે નવા નાખવાની કામગીરી ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને સવા મહિના જેટલો સમય થયો છે દરમિયાન જુદી જુદી દિશામાં મહાપાલિકાની ટીમો દ્વારા કામ કરવામાં આવે છે પરંતુ ગટરના ઢાંકણા તૂટેલ હોવાના લીધે જીવલેણ અકસ્માત સર્જે તેવી ગંભીર બેદરકારી ઘણી જગ્યાએ જોવા મળે છે. ત્યારે મોરબીમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો મહાપાલિકાની બેદરકારી ભોગ લે તે પહેલા ગટરના ઢાંકણા નાખવામાં આવે તેવી લોકોની માંગ છે.








Latest News