મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ માટીની આડમાં દારૂની હેરાફેરી: મોરબી નજીકથી 48 બોટલ દારૂ-144 બિયરના ટીન ભરેલ ટ્રેલર સાથે એક પકડાયો, 11.24 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં વધુ એકની ધરપકડ-જેલ હવાલે


SHARE















મોરબીમાં દારૂના ગુનામાં વધુ એકની ધરપકડ-જેલ હવાલે

મોરબીના જૂના નાગડાવાસ ગામે મોરબી એલસીબી તથા તાલુકા પોલીસ દ્વારા બે રેડ કરવામાં આવી હતી.જે પૈકી એલસીબી દ્વારા કરવામાં આવેલી રેડની ક્રોસ તપાસ ટંકારા પોલીસને સોંપવામાં આવી હતી.જે તે સમયે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દારૂના કેસમાં વાહનના માલીકની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં નામ ખુલેલ હોય ગત તા.૮ ના રોજ ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા (૪૪) રહે.જુના નાગડાવાસ તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને તે રિમાન્ડ દરમિયાન પોલીસને એક મોબાઈલ નંબર મળ્યો હોય તેના ધારકની તપાસ ચાલુ છે.હાલ રિમાન્ડ પુરા થતા ભાવેશ પરબતભાઇ ઘ્રાંગાને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું તપાસ અધિકારી પાસેથી જાણવા મળે છે.

મારામારીમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર ભવાની સોડા સામે આવેલ મોબાઈલ શોપ ખાતે બોલાચાલી ઝઘડો થયો હતો.જેમાં બે લોકો દ્વારા માથાના ભાગે માર મારવામાં આવતા રવિરાજસિંહ જયદીપસિંહ જાડેજા (ઉમર ૨૦) રહે.વિદ્યુતનગર સોસાયટી સામાકાંઠે મોરબી-૨ ને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ.બનાવની પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રિયંકાબેન અમોદસિંહ નામની ૨૬ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણસર ઓલઆઉટ લિક્વિડ પી ગયા હતા.જેથી તેમના પતિ દ્વારા તેઓને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેણીનો લગ્નગાળો છ વર્ષનો હોય અને સંતાનમાં બે બાળકો હોય બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ચોકડી બાજુથી ઘુટું બાજુ જતા સમયે ઉમા રેસીડેન્સી પાસે ટ્રાવેલ્સ બસ સાથે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં હર્ષદરાય રતિલાલ જાની (ઉંમર ૫૯) રહે.ઇન્દ્રપ્રસ્થ સોસાયટી સરદાર પટેલ સોસાયટી પાછળ ન્યુ દર્શન વિદ્યાલય નજીક રતનપર જી.સુરેન્દ્રનગરને ઇજા થતાં જે તે સમયે અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણીયાએ તપાસ કરી હતી.તેમજ મોરબી રણછોડનગરમાં રહેતા વિવેકભાઈ સુરમાસીંગ નામના ૨૫ વર્ષના યુવાનને વીસીપરા નજીક મારામારીના બનાવમાં ઈજા થતા ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જેથી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.




Latest News