મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ 602 વાળી જમીન માટે બેચર ડુંગરના બે મરણના દાખલા-બે ચતુર દિશા દર્શાવતુ રેકર્ડ આવ્યું તો ખરાઈ કેમ ન કરાવી ?: અધિકારીઓમાં ચર્ચા મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત ગોલમાલ: મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કર્યા ના 14 દિવસે કોપી મળી ! મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર એસિડ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી મરી ગયું
Breaking news
Morbi Today

મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી


SHARE











મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી

મોરબીની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE સ્કુલ દ્વારા હરહંમેશ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર અંગે સૈધ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન અર્પણ કરવા માં આવે છે. તે અંતર્ગત શાળા ના કોમર્સ ના વિદ્યાર્થીઓ બેંકિંગ ક્ષેત્ર ના પ્રાયોગિક જ્ઞાન થી માહીતગાર થાય તે હેતુસર વિદ્યાર્થીઓ માટે મોરબી ની સૌથી મોટી સહકારી સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંકની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે બેંકના અધિકારી જયેશભાઈ દવેઆશિષસિંહ જાડેજા સહીતના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને બેંકિંગ વિશે સમજણ આપી હતી. બેંકમાં ખાતુ ખોલાવવુ, KYC, ઓન લાઈન બેંકિંગ, NEFT, RTGS, વિવિધ પ્રકારની લોન તેમજ લોકરવિવિધ પ્રકારની ડીપોઝીટ સહીતની માહિતી બેંકના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓ સાથે OSEM CBSE ના કોમર્સ ડીપાર્ટમેન્ટનાં નિર્મિતભાઈ કક્કડઅંકિતાબેન મારૂઉમંગભાઈ સતાણી સહીતનાં જોડાયા હતા. અને કોમર્સના વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ થાય તે હેતુસર કરાયેલ આ આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલસિધ્ધાર્થભાઈ રોકડસુર્યરાજસિંહ જેઠવાપ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી.






Latest News