ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી


SHARE















મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી જુદાજુદા કારખાનામાં પેટકોક વાપરવામાં આવે છે તેવી ફરિયાદો ઉઠી રહી હતી અને આ અંગેની કારખાનેદારો દ્વારા જીપીસીબીમાં રજૂઆત પણ કરવામાં આવી હતી તેવામાં મોરબી જીલ્લાના જુદાજુદા વિસ્તારમાં આવેલ ત્રણ સીરામીક કારખાનામાં પેટકોક વાપરતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે કારખાનેદારોને ક્લોઝર નોટિસ આપવામાં આવેલ છે અને કારખાનેદારોના વીજ કનેક્શન કટ કરીને ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ કરી દીધેલ છે.

મોરબી જિલ્લામાં અગાઉ પેટકોક ચોરીની માહિતી સામે આવે હતી અને એસએમસી દ્વારા ચોરીનો પેટકોક ક્યાં વપરાતો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તેવામાં થોડા દિવસો પહેલા સિરામિક કારખાનેદારો દ્વારા અમુક કારખાનામાં પેટકોક વાપરવામાં આવે છે તેવી જીપીસીબીમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ જીપીસીબીના મોરબીના અધિકારી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી તેવામાં ત્રણ કારખાનામાં પેટકોક વપરાતા હોવાનું સામે આવ્યું છે જેથી કાર્યવાહી કરવામાં આવેલ છે.

જીપીસીબીના મોરબીના અધિકારી મહેન્દ્ર સોની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મોરબીના સમાં રંગપર રોડે સેલિયો સીરામીક, જેતપર રોડે નીલકંઠ સીરામીક અને મોઝારો સીરામીકમાં પેટકોકનો વપરાશ કરવામાં આવતો હતો જેથી કરીને ત્રણેય કારખાનાઓને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને વીજ કનેક્શન પણ કાપી નાખવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે આટલુ જ નહીં આ અંગે ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે.




Latest News