મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો
મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ
SHARE






મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ
મોરબી મહાપાલિકાની ટિમ દ્વારા દર અઠવાડિયે એક રોડ ઉપર દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજે મોરબીના નવલખી રોડે દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારે કાચા અને પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને જે ગેરકાયદે મકાનો ખડકી દેવામાં આવેલ છે તેના આસામીઓને નોટિસ આપવામાં આવશે ત્યાર બાદ તે દબાણોને પણ તોડવામાં આવશે.
મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યાર પછીથી કમિશ્નર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ જુદાજુદા મુખ્ય માર્ગની આસપાસના દબાનોને હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મોરબીના શનાળા રોડ, વાવડી રોડ, મહારાણા પ્રતાપ સર્કલમ માળીયા ફાટક અને નટરાજ ફાટક પાસે દબાણો દૂર કરવામાં આવેલ છે અને મહાપાલિકાની “વન વિક વન રોડ” ઝુંબેશ અંતર્ગત આજે નવલખી રોડ ઉપર દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેની અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ કુબેરનગરની આસપાસમાં જે સોસાયટીઓ આવેલ છે તેની આજુબાજુમાં દબાણો હતા અને ખાસ કરીને 80 ફૂટનો રોડ છે ત્યાં અંદાજે 40 ફૂટ જેટલા દબાણો થઈ ગયેલ છે તેના ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને આ રૂટ ઉપર જે પાકા મકાનોના દબાણ કરવામાં આવેલ છે તેને દૂર કરવા માટે પહેલા આસામીઓને મહાપાલિકામાંથી નોટિસ આપવામાં આવશે પછી દબાણો દૂર કરવામાં આવશે. વધુમાં કમિશ્નર સ્વપ્નિલ ખરેએ કહ્યું હતું કે, અગાઉ જુદાજુદા વિસ્તારમાં દબાણો હટાવેલ છે અને આજે નવલખી રોડ ઉપરના દબાણ હટાવવામાં આવ્યા છે અને આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે.

