મોરબી જિલ્લામાં શ્રમયોગીઓને મતદાનના દિવસે મતદાન કરવા માટે રજા આપવાની સુચના જાહેર કરાઈ મોરબી જિલ્લા આરટીઓ કચેરી અને આસપાસના વિસ્તારમાં એજન્ટ-બિનઅધિકૃત ઈસમોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો ભુજ-કચ્છ લોકસભા પરિવાર તરફથી ગાંધીધામ સ્થાપના દિને ભવ્ય રમતોત્સવ મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ


SHARE













મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા ગત તારીખ ૦૪/૦૨/૨૦૨૫ થી ૧૧/૦૨/૨૦૨૫ સુધી મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલો અને શાળાઓમાં ફાયર પ્રિવેન્શન અંતર્ગત તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

તે પૈકી ૧૫ હોસ્પિટલમાં ૧૭૫ હોસ્પિટલ સ્ટાફને અને સ્કૂલો પૈકી ૩ સ્કુલમાં ૧૯૦ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ તાલીમ સત્રના ભાગરૂપે ૫૭ હોસ્પિટલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ હોસ્પિટલોમાં ફાયર સેફટીની અપૂર્તતાના કારણે તેમણે નોટીસ પણ બજાવવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર પ્રિવેન્શનને લગતા સૂચનો અને જરૂરી ગાઈડલાઈન હોસ્પિટલને આપવામાં આવી હતી.

આ પ્રકારની તાલીમનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ અને શાળાઓમાં તેઓને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા, કોઈપણ ઈમરજન્સી વખતે તાત્કાલિક  ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના ટાળવા, જાન-હાનિ કે મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય તે રહેલો છે. આવી કોઈ દુર્ઘટનાના સમયે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨-૨૩૦૦૫૦ અથવા ૧૦૧ પર સંપર્ક સાધી શકાશે.

મોરબી મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા મોરબી મહાનગરપાલિકાના હયાત ફાયર સ્ટેશનની વિઝીટ કરવામાં આવી હતી. ત્યારે ફાયર સ્ટેશન ખાતે ફાયર સ્ટાફની ડ્રિલ, ઉપલબ્ધ ફાયર વાહનો અને સાધનોનું અવલોકન કરવામાં આવ્યું હતું અને તેઓ તમામ સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમ  ડેપ્યુટી કમિશનર, મોરબી મહાપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News