મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના સાવડીથી ઓટાળા ગામ જવાના રસ્તે કાર ચાલકે હડફેટે લેતા 10 વર્ષના બાળકનું મોત


SHARE







ટંકારાના સાવડીથી ઓટાળા ગામ જવાના રસ્તે કાર ચાલકે હડફેટે લેતા 10 વર્ષના બાળકનું મોત

ટંકારા તાલુકાના સાવડીથી ઓટાળા ગામ તરફ જવાના રસ્તે પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર કાર ચાલકે બાળકને હડફેટે લેતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી દસ વર્ષના બાળકનું મોત નીપજયુ હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભ મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં શિવલાલભાઈ સુંદરજીભાઈ ગોસરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ખજાનભાઈ ભીમસિંહ રાઠવા (29)એ હાલમાં ગાડી નંબર જીજે 3 જેએલ 6392 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, સાવડી થી ઓટાળા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર કાર ચાલકે ફરિયાદીના દીકરા શૈલેષ ખજાનભાઈ રાઠવા (10)ને હડફેટે લીધો હતો જેથી તે બાળકને શરીરે ગંભીર જાઓ થયેલ હોવાથી તે બાળકનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક સ્લીપ

મોરબીના બગથળા ગામે રહેતો ચાવડા પ્રવીણભાઈ દેવજીભાઈ (43) નામનો યુવાન બાઈક લઈને બીલીયાથી બગથળા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજા થહોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા મુકેશભાઈ અશોકભાઈ દેલવાડીયા (25) નામનો યુવાન બિલિયા અને મોડપર ગામ વચ્ચેથી બાઇક લઈને જતો હતો ત્યારે કોઈ કારણસર અકસ્માતે બાઇક સ્લીપ થતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News