મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાની લતીપર ચોકડી પાસેથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી


SHARE









ટંકારાની લતીપર ચોકડી પાસેથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી

ટંકારાની લતીપર ચોકડી પાસે ભરાતી શનિવારી બજારમાં યુવાન ગયો હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના મોબાઈલ ફોનની ચોરી કરી લેવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા યુવાનના ભાઈએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સાવડી ગામે જયનગરની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા કલ્પેશભાઈ શંકરભાઈ કટારા (22) નામના યુવાને મોબાઇલ ચોરીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લતીપર ચોકડી પાસે ભરતી શનિવારી બજારમાં તેનો નાનો ભાઈ જયેશ ગયો હતો ત્યારે તેનો રેડમી કંપનીનો 8500 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માત થતાં વૃદ્ધને ઇજા

મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશનગર પાસે કેસરી હાઈટ સતનામ નગર ખાતે રહેતા આદ્રોજા લાભુબેન શામજીભાઈ (65) નામના વૃદ્ધાના પગ ઉપરથી અન્ય વાહન ફરી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીમાં સોઓરડી પાછળ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા દેવશીભાઈ અમરાભાઇ પરમાર (53) નામના આધેડને માળિયા વનાળીયા સોસાયટીના રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News